R R Gujarat

વાંકાનેર : ફેકટરીના કનવેનર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત

વાંકાનેર : ફેકટરીના કનવેનર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત

 

ઢૂવા માટેલ રોડ પરની ફેક્ટરીમાં મજૂર કામ કરતો હતો ત્યારે કનવેર બેલ્ટમાં હાથ આવી જતાં માથા અને બંને હાથમાં ઇજા પહોંચતા યુવાનનું મોત નીપજ્યું હતું

મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના ઢૂવા માટેલ રોડ પરની સનસાઇન સેરા સિરામિકમાં રહીને કામ કરતાં વિજેન કાળુંભાઈ મેડા (ઉ. વ.19) નામના યુવાન માટી ખાતામાં કામ કરતાં હતા ત્યારે કનવેર બેલ્ટમાં હાથ આવી જતાં માથા અને બંને હાથમાં ઇજા પહોંચતા શ્રમિક યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુંના બનાવની વધુ તપાસ ચલાવી છે