મોરબી જિલ્લામાં સ્પામાં કામ કરતાં કર્મચારીઑની વિગતો પોલીસ મથકને આપવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જે નિયમોનો ભંગ કરનાર સ્પા સંચાલકો સામે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે
એસઓજી ટીમે વાંકાનેરના ભાયાતી જાંબુડિયા નજીક આવેલ હિમાલ્યા પલાજા બીજા માળે આવેલ ઓમ સાઈ સ્પાના હેમુભાઈ રણછોડભાઇ મીઠાપરા રજે મકન્સર તા. મોરબી મૂળ રહે નડાળાં તા. સાયલા વાળ, ટંકારા પોલીસે લજાઈ ગામની સીમમાં હડમતીયા રોડ પર આવેલ શિવ કોમ્પલેક્ષમાં એન્જોય લાઈફ સ્પાના ગુલામહુશેન ઉર્ફે રાજૂ ઈસ્માઈલ સુમરા રહે મોરબી વજેપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમજ એસઓજી ટીમે મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ સિગ્નેચર વેલનેશ સ્પાના પરિમલ ગોપાલભાઈ વાઘેલા રહે લીલાપર રોડ મોરબી એમ ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે
જે આરોપીઓએ પોતાના કબજા વાળા સ્પામાં કામ કરતાં વર્કરના બાયોડેટા ફોરમ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહીં કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો છે પોલીસે સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે