પીપળીયા ચાર રસ્તા નજીકથી ગૌરક્ષકોની ટીમે કતલખાને ધકેલાતા અબોલ જીવોને બચાવી લીધા હતા અને બોલેરોમાં 10 અબોલ જીવો ટૂંકા દોરડા વડે બાંધી ગેરકાયદે હેરાફેરી કરતાં હોવાથી મુદામાલ પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીની વેરાઈ શેરીના રહેવાસી ચેતનભાઈ પાટડીયાએ આરોપી ઇંદ્રિશ ગુલાબીભાઈ જત, ગુલજાર હાજીજૂસબ જત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ બોલેરો જીજે 12 bz 4341 વાળીમાં પાડા જીવ નંગ 10 ને ટૂંકા દોરડા વડે બાંધી ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરી ઘાસચારો કે પાણીની વહીઆવસ્થા વિના હેરાફેરી કરતાં પીપળીયા ચાર રસ્તા પાસેથી મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે બોલેરો અને પાડા સહિત 4.15 લાખનો મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે