વજેપર વિસ્તારમાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી 37 બોટલનો મુદામાલ કબજે લીધો છે અને આરોપીને જડપી લેવા વધુ તપાસ ચલાવી છે
મોરબી સિટી એ ડિવિજન પોલીસ ટીમે વજેપર શેરી નં 11 માં રહેતા આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરાના મકાનમાં રેડ કરી હતી જય દારૂની 750 મિલીની બોટલ નંગ 19 અને વૉડકા 180 એમ. એલની 18 બોટલ સહિત કુલ રૂ 15,050 નો મુદામાલ કબજે લીધો છે આરોપી હાર્દિક ગજરા રેડ દરમિયાન મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે