હીરાપર નજીક આવેલ કારખાનામાં ખુલ્લા મેદાનમાં યુવાન સૂતો હતો ત્યારે અજાણ્યો ચોર ઈસમ 10 હજારનો મોબાઈલ ચોરી કરી ગયો છે બનાવ મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી છે
મૂળ રાજસ્થાનના વતની અને હાલ ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં બી ડી સી પોલીફેબ કારખાનામાં કામ કરતાં શેરારામ બુધારામ ચૌહાણે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા 28 એપ્રિલના રોજ શેરારામ કારખાનના ખુલ્લા મેદાનમાં સૂતો હતો ત્યારે ચોર ઇસમે તેનો 10 હજારની કિમતનો મોબાઈલ ચોરી કરી નાસી ગયો છે ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે