લખધીરપુર રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે જેથી મોરબી તાલુકા પોલીસે મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે અને વાલીવારસની તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ મથકની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૨૮ ના રોજ અજાણ્યો પુરુષ આશરે ૪૦ વર્ષ વાળાનં લખધીરપુર રોડ પરથી મૃતદેહ મળી આવ્યો હતો માટીના ઢગલા પાસે કોઈ કારણોસર યુવાનનું મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ કરાવી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે મૃતકના વાલીવારસ અંગે કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સંપર્ક કરવા જણાવ્યું છે