R R Gujarat

મોરબી રેલવે કોલોનીના પટમાં જુગાર રમતા ત્રણને પોલીસે દબોચી લીધા

મોરબી રેલવે કોલોનીના પટમાં જુગાર રમતા ત્રણને પોલીસે દબોચી લીધા

 

રેલવે કોલોનીના પટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને પોલીસે દબોચી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી સિટી એ ડિવિજન પોલીસ ટીમે રેલવે કોલોનીમાં રેડ કરી હતી જ્યાં રેલવે કોલોનીના પટમાં જાહેરમાં જુગાર રમતા ગોપાલ બાબુભાઇ રાવા, કિશન રામજીભાઇ ગરીયા અને કાનાભાઈ ભૂપતભાઈ ઠુંગા એમ ત્રણને જડપી લઈને રોકડ રૂ 12,800 જપ્ત કરી છે