હળવદ પંથકમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ગુનાખોરી સતત વધી રહી છે જેમાં હળવદના જૂના રાયસંગપર ગામે 75 વર્ષીય વૃદ્ધાએ કાનમાં પહેરેલ સોનાની બુટી ખેંચી 1.25 લાખની લૂંટ કરી ત્રણ અજાણ્યા ઇસમો નાસી ગયા હતા બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
હળવદના જૂના રાયસંગપર ગામના રૂખીબેન બાવલભાઈ તારબુંદીયાએ અજાણ્યા ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી હળવદ પોલીસ મથકમાં વૃધ્ધાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અજાણ્યા ત્રણ ઇસમો ફરિયાદી રૂખીબેનના ઘરે આવી ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને દરવાજો ખોલતા ફરિયાદીને પકડી નીચે પાડી દીધા હતા અને ડાબા કાનમાં પહેરેલ સોનાના ઠોળિયા (કાનની બુટી) ખેંચી કાઢી કાનની બુટી તોડી નાખી ઇજા કરી હતી અને જમણા કાનના બુટી પણ કાઢી લઈને કુલ બે તોલા સોનાના કાનના બુટી કિમત રૂ 1.25 લાખની લૂટ કરી નાસી ગયા હતા હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે