કેદારીયા ગામ વિસ્તાર નેસડા નામે ઓળખાતી સીમમાંથી પોલીસે એક ઇસમને દબોચી લઈને દારૂની 54 બોટલનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે કેદારીયા ગામની સીમમાં રેડ કરી હતી જ્યાં આરોપી ચેતન ભરતભાઇ કોળી રહે કેદારીયા વાળાને જડપી લીધો હતો આરોપીના કબ્જામાંથી ઇંગ્લિશ દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કી બોટલ નંગ 54 કિમત રૂ 34,614 નો જથ્થો જપ્ત કર્યો છે