હળવદ તાલુકાના પલાસણ ગામમાં ૪૫ વર્ષીય આધેડને માથામાં પથ્થરના ઘા ઝીકી ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી જે આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ ગત તા.૨૪ ના રોજ હળવદ તાલુકાના પલાસણ ગામમાં જુના ઝઘડાની અદાવતમાં તળશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા (ઉ.વ.૪૫) નામના આધેડને માથામાં પથ્થર વડે ઘા મારી ઈજા કરી મોત નીપજાવ્યું હતું જે બનાવ અંગે મૃતકના પુત્રએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે હળવદ પોલીસે તપાસ ચલાવી હતી અને હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝાલાભાઈ રામાભાઈ મુંધવા (ઉ.વ.૪૭) વાળાને ઝડપી લઈને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી ch