મહીકા ગામ નજીક આઇસર અને ટ્રક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્ત આઇસર ચાલકને સારવાર મટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવારમાં આઇસર ચાલકનું મોત થયું હતું
ખંભાળિયા તાલુકાના જિતેન્દ્રસિંહ માનસિંહ જાડેજાએ આઇસર ગાડી જીજે 01 du 1597 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આઇસર ચાલક વિપુલભાઈ સરવણભાઈ રાઠોડ રહે જસદણ વાળા પોતાનું આઇસર પુરજડપે ચલાવતા વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસે હાઇવે રોડ પર આગળ જતાં ફરિયાદીના ટ્રક ટેન્કર સાથે પાછળના ભાગે અથડાતાં આઇસર ચાલક વિપુલભાઈ રાઠોડને ઇજા પહોંચી હતી જેનું સારવારમાં મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે