ત્રણ નામજોગ અને અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
ધમલપર ગામે વાડીના મકાનમાં 15 લાખની લેતીદેતી મામલે ત્રણ આરોપીઓ તેમજ તેની સાથે આવેલ અજાણ્યા ઇસમોએ મારમારી કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે
વાંકાનેરના હસનપરના રહેવાસી મનોજભાઇ હીરાભાઈ સરૈયાએ આરોપી ગોપાલ ભૂપત બાંભવા, વિજય ભૂપત બાંભવા, જગા કાટોળીયા તેમજ તેની સાથે આવેલ અજાણ્યા માણસો વિરુદ્ધહ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી આરોપી ગોપાલ અને વિજયની બહેન સાથે લગ્ન કરવાનું નક્કી કરી મૈત્રી કરાર કરેલ હોય અને પિતાને રૂપીયા 15 લાખ આપવાના હતા જે પૈસાની લેતીદેતી મામલે ધમલપર ગામે ફરિયાદીની વાડીના મકાને આરોપીઓએ અલગ અલગ વાહનોમાં આવી જાઘડો કરી કુહાડી અને પાઇપ તેમજ લાકડીથી માર મારી તેમજ કંકુબેનને મોઢા અને શરીરે ઇજા કરી હતી અને અજાણ્યા ઇસમોએ પિતા હીરાભાઈ સરૈયાને લાકડી ધોકા વડે ઇજા કરી ફરિયાદી મનોજ અને કિંજલબેનનું બળજબરીથી અપહરણ કરી સાથે લઈ ગયા હતા વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે