R R Gujarat

માળીયાના દહીસરા ગામે મારામારી પ્રકરણમાં 7 આરોપીઓ સામે વળતી પોલીસ ફરિયાદ

માળીયાના દહીસરા ગામે મારામારી પ્રકરણમાં 7 આરોપીઓ સામે વળતી પોલીસ ફરિયાદ

 

માળીયાના દહીસરા ગામે મારામારી પ્રકરણમાં સામાપક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે મહલ સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે

માળીયાના મોટા દહીંસરા ગામના અજય છગન પરમારે આરોપીઓ મુન્નાહભાઈ હમીરભાઈ પરમાર, નીલેશ હમીરભાઈ પરમાર, વિજય હમીર પરમાર, અશોક હમીર પરમાર, હમીર ભોજા પરમાર, નિમુબેન હમીરભાઈ પરમાર અને પ્રવિણાબેન નીલેશ પરમાર રહે બધા મોટા દહીસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અગાઉથી વડીલોપાર્જિત જમીન પ્લોટ બાબતે મનદુખ ચાલતું હતું જેનો ખાર રાખી આરોપીઓ ધોકા, પાઇપ સાથે આવી ફરિયાદી સહિતનાને માર માર્યો હતો અને આરોપી અશોક હમીરે કાર એકદમ ચલાવી દોડાદોડી થતાં સાહેદ કાનજીભાઇ ગાડી સાથે ભટકાતાં ઇજા પહોંચી હતી અને બાઇકમાં પણ નુકશાન કર્યું હતુ માળીયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે