આમરણ ગામના બસ સ્ટેન્ડ પાસે રમજાન મહિનામાં વેચવા માટેની રૅશન કીટ વિતરણ બાબતે બોલાચાલી અને મારામારી થઈ હતી જે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના આમરણ ગામે રહેતા ઇકબાલ બાવામીયા બુખારીએ આરોપી જાકીરમિયાં રજાકમિયાં બુખારી રહે આમરણ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીના ભાઈ સરફરાજમિયાંને રમજાન મહિનામાં ગરીબોને વેચવા મતેની કરિયાણા કીટ આવી હતી જે બાબતે ફરિયાદી ઇકબાળે આરોપીના ભાઈના ભાઈની હલકાઇ કરતાં હોય જે બાબતનો ખાર રાખી આરોપી જાકીરમિયાંએ ઇકબાલ બુખારીને લાફા મારી લાકડાના ધોકા વડે માર મારી ઇજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે