R R Gujarat

મોરબીના સૂરજબાગમાં બચુબાપાને છરી બતાવી મારી નાખવાની ધમકી, બે આરોપીઓ સામે ફરિયાદ

મોરબીના સૂરજબાગમાં બચુબાપાને છરી બતાવી મારી નાખવાની ધમકી, બે આરોપીઓ સામે ફરિયાદ

 

સુરજબાગમાં ગરીબો માટે નજીવા દરે ભોજનનો સેવાયજ્ઞ ચલાવનાર બચું બાપાને બે ઇસમોએ છરી બતાવી ધમકી આપી હતી જે બનાવ અંગે પોલીસે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના સુરજબાગમાં રહેતા અને ગરીબોને જમાડતા બચુભાઈ ઉર્ફે બચુબાપા નારણભાઇ ગામી (ઉ. વ.81) વાળા વૃધ્ધે આરોપી મુસ્તાક ફતેમહમદ કટિયા અને એજાજ મુસ્લિમ રહે બંને મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને નસીમબેન સાથે આરોપીઓએ બોલાચાલી કરી છરી બતાવી જયાંથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બટેટા અને મરચાં વેર વિખેર કરી નાખી રૂ. 300-400 નુકશાન કર્યું હતું મોરબી એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે