વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ પરથી પોલીસે બાઇકમાં બિયરના ચાર ટીન લઈ જતો ઈસમ પોલીસને જોઈને નાસી ગયો હતો પોલીસે બાઇક અને બીયર સહિત 25 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ પરથી બાઇક જીજે 13 એપી 9193 નો ચાલક પોલીસને જોઈને નાસી ગયો હતો પોલીસે બિયારણ ચાર ટીન કિમત રૂ 492 અને બાઇક સહિત 25,492 નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે