મોરબીના શોભેશ્વર રોડ પરથી પોલીસે કારમાં દેશી દારૂની હેરાફેરી પકડી લઈને દેશી દારૂ 300 લિટર અને કાર સહિત કુલ રૂ 5.60 લાખનો મુદામાલ કબજે લીધો છે અને કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી સિટી બી ડિવિજન પોલીસ ટીમે શોભેશ્વર રોડ પર હોસ્ટેલ પાસેથી કાચા રસ્તા પરથી ઇકો કાર જીજે 13 સીડી 4736 શંકાસ્પદ લાગતાં કારની તલાશી લીધી હતી જે કારમાંથી દેશી દારૂ 300 લિટર કિમત રૂ 60,000 મળી આવતા દેશી દારૂ અને કાર સહિત કુલ રૂ 5.60 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી કાર ચોક વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને જડપી લેવા વધુ તપાસ ચલાવી છે