માળીયાના અણિયારી ટોલનાકા પાસેથી માટીની આડમાં ટ્રકમાં છુપાવી લઈ જવાતી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 76 કિમત રૂ 56,788 અને ટ્રક સહિત 15.56 લાખનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને જડપી લીધો છે
માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અણિયારી ટોલનાકા પાસે બાતમીને આધારે વોચ ગોઠવી હતી અને ટ્રક આરજે 30 જીએ 9369 રોકી તલાશી લેતા દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 76 કિમત રૂ 56,788 મળી આવતા દારૂ અને ટ્રક કિમત રૂ 15 લાખ મળીને કુલ રૂ 15,56,788 નો મુદામાલ જપ્ત કરી આરોપી ટ્રક ચાલક ગોપાલસિંગ છોગસિંગ રાવતને જડપી લીધો છે તો આરોપી બહાદુરસિંહ મોહનસિંહ રાવત રહે રાજસ્થાન વાળો નાસી ગયો હતો