R R Gujarat

મોરબીમાં ગાડીમાં દારૂની હેરાફેરી કરનાર બેની ધરપકડ :  3.50 લાખનો મુદામાલ કબજે 

મોરબીમાં ગાડીમાં દારૂની હેરાફેરી કરનાર બેની ધરપકડ :  3.50 લાખનો મુદામાલ કબજે 

 

શહેરમાં કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને જડપી લઈને પોલિસી કાર અને દારૂ સહિત કુલ રૂ 3.50 લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સિટી બી ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સફેદ કલરની બલેનો કાર જીજે 36 ap 5003 વાળીમાં દેશી દારૂનો જથ્થો લઈ જતાં હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને બલેનો કાર નીકળતા તેને આંતરી લઈને તલાશી લેતા કારમાંથી 250 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસ દેશી દારૂ કિમત રૂ 50 હજાર અને કાર કિમત રૂ 3 લાખ સહિત કુલ રૂ 3.50 લાખના મુદામાલ સાથે આરોપી વિશાલ હરખા જીંજવાડિયા અને કિશન રમેશ મકવાણા એમ બે આરોપીને જડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે