શહેરના રાજકોટ રોડ પર આવેલ રેલવે ઓવરબ્રિજ પાસે રાખેલ 87 હજારની કિમતનું બાઇક અજાણ્યો ઈસમ ચોરી કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરના કાલાવાડી ઢોયલી રાજાવડલા ગામે રેટ પરબતભાઇ નારણભાઇ ગમારાએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પોતાનું બાઇક જીજે 36 ak 4618 કિમત રૂ 87 હજાર વાળું રાજકોટ રોડ પર રેલવે ઓવરબ્રિજ પાસે પાર્ક કરીને રાખ્યું હતું જે બાઇક અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે