R R Gujarat

મોરબીના કુબેરનગરમાં મકાન સામે પડેલી કારમાંથી દારૂની 21 બોટલ જપ્ત

મોરબીના કુબેરનગરમાં મકાન સામે પડેલી કારમાંથી દારૂની 21 બોટલ જપ્ત

 

રેલવે સ્ટેશન પર આવેલ કુબેરનગરમાં રહેતા આરોપીના મકાન સામે રાખેલ કારમાંથી દારૂની 21 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને કાર સહિત 1.21 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કુબેરનગરમાં રહેતા આરોપી દિનેશ જયમલ નાગરના ઘર પાસે રેડ કરી હતી અને આરોપીન મકાન સામે શેરીમાં રાખેલ સેન્ટરો કાર જીજે 03 ઇઆર 0973 વાળીની તલાશી લેતા દારૂની 21 બોટલ મળી આવી હતી જેથી દારૂ અને કાર સહિત કુલ રૂ 1.21 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપીને જડપી લીધો છે