R R Gujarat

હળવદના કુંભાર દરવાજા નજીક છત પરથી નીચે પડતાં આધેડનું મોત

હળવદના કુંભાર દરવાજા નજીક છત પરથી નીચે પડતાં આધેડનું મોત

 

કુંભાર દરવાજા નજીક રહેતા 47 વર્ષીય આધેડ વહેલી સવારે ઊંઘમાં પગથિયાં ઉતરતી વખતે ભૂલી જતાં ધાબા પરથી નીચે પડી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું

મૂળ ધંધુકા તાલુકાના તગડી ગામના વતની હાલ હળવદ કુંભાર દરવાજા કરાંચી કોલોનીમાં રહેતા નાગરભાઈ હનુભાઈ કોંગતિયા (ઉ. વ.47) વાળ વહેલી સવારે પેશાબ કરવા ઉઠયા અને ઊંઘમાં છતના પગથિયાં ભૂલી જતાં છત પરથી નીચે પડતાં માથામાં ઇજા પહોંચતા મોત થયું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે