R R Gujarat

મોરબીના ઘૂટુ નજીક પાણીના ખાડામાં નહાવા ગયેલ યુવાનનું ડૂબી જતાં મોત

મોરબીના ઘૂટુ નજીક પાણીના ખાડામાં નહાવા ગયેલ યુવાનનું ડૂબી જતાં મોત

 

ઘૂટુ ગામે આવેલ પેપરમિલ સામે પાણીના ખાડામાં 36 વર્ષીય યુવાન નહાવા માટે ગયો હતો જેનું પાણીમાં ડૂબી જતાં મોત થયું છે

મોરબીના ઘૂટુ ગામના રમણીકભાઈ પ્રાણજીવનભાઈ વીરપરીયા (ઉ.વ.36) નામના યુવાન ગઇકાલે બપોરના સુમારે ઘૂટુ ગામની સીમમાં રવીસ પેપરમિલ કારખાના સામે આવેલ પાણીના ખાડામાં નહાવા ગયા હતા અને કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે