R R Gujarat

માળીયા અણિયારી ટોલનાકા પાસે અકસ્માતમાં સાસુ-સસરાનું મોત, જમાઈને ઇજા પહોંચી

માળીયા અણિયારી ટોલનાકા પાસે અકસ્માતમાં સાસુ-સસરાનું મોત, જમાઈને ઇજા પહોંચી

 

અણિયારી ટોલનાકા પાસે બોલેરો ચાલકે વાહન પુરજડપે ચલાવી યુવાન સહિતનાને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં જમાઈને ઇજા પહોંચી હતી જ્યારે સાસુ અને સસરાનું મોત થયું હતું

ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામે રેટ બેચર જયંતીભાઈ દૂધરેજિયા (ઉ. વ.22) નામના યુવાને આરોપી બોલેરો જીજે 13 ax 8779 નો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બોલેરો ચાલકે પોતાનું વાહન પુરજડપે અને બેફિકરાઈથી ચલાવી નીકળતા અણિયારી ટોલનાકા હળવદ હાઇવે પર ટેકવૂડ ઈન્ડિયા પ્રા લી. કારખાના સામે બોલેરો પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં ફરિયાદી બેચર દૂધરેજિયાને ઇજા પહોંચી હતી જ્યારે તેના સાસુ લક્ષ્મીબેન અને સસરા હીરાભાઈનું મોત થયું હતું માળીયા પોલીસે બોલેરો ચોક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે