શહેરના મિલપલોટ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યુવાન કેન્સર પીડિત હોય અને ઑક્સીજન લેવલ ઘટી જતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં યુવાનનું મોત થયું હતું
વાંકાનેરના વીસીપરા મિલપ્લોટમાં રહેતા દિનેશભાઇ મંગભાઈ રાતોજા (ઉ. વ.37) નામના યુવાનને જીભના કેન્સરનોઈ બીમારી હતી અને ગત તા. 13 ના રોજ ઑક્સીજન લેવલ ઘટી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું વાંકાનેર સિટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે