R R Gujarat

વાંકાનેરના સરધારકા ગામે મકાન સામે વાડામાંથી દારૂની 11 બોટલ સાથે એકની ધરપકડ

વાંકાનેરના સરધારકા ગામે મકાન સામે વાડામાંથી દારૂની 11 બોટલ સાથે એકની ધરપકડ

 

સરધારકા ગામના રહેણાંક મકાન સામે રેડ કરી પોલીસે ઇંગ્લિશ દારૂની 11 બોટલના જથ્થા સાથે એક ઇસમને દબોચી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરધારકા ગામે બીપીએલ સોસાયટીમાં રહેતા ચેતન વાટુંકીયાના મકાન સામે વાડામાં રેડ કરી હતી જ્યાંથી ઇંગ્લિશ દારૂની 11 બોટલ કિમત રૂ 3091 મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે લઈને આરોપી ચેતન અશોક વાટુંકીયા વિરુદ્ધહ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે