R R Gujarat

આઇપીએલ નહીં સટ્ટો રમવાની મોસમ ખીલી, ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક પોલીસ પકડમાં

આઇપીએલ નહીં સટ્ટો રમવાની મોસમ ખીલી, ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક પોલીસ પકડમાં

 

        આઈપીએલ ટુર્નામેંટ ચાલી રહી છે જેથી ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે પરંતુ ક્રિકેટ સાથે સટ્ટો રમવાનું દૂષણ સતત વધી રહ્યું છે મોરબીના આયોધ્યાપૂરી રોડ પર ક્રિકેટ સટ્ટો રમતા ઇસમને જડપી લઈને એલસીબી ટીમે રોકડ અને મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

        મોરબી એલસીબી ટીમને બાતમી મળતા આયોધ્યાપૂરી રોડ પર કોહિનૂર રસની દુકાન પાસે રેડ કરી હતી જ્યાં આરોપી વજેપરમાં રહેતો કાસમ ઉર્ફે ગાંધી મામદ દલ આઈપીએલ મેચ પર હારજીત જુગાર રમતા મળી આવ્યો હતો આરોપીને દબોચી લઈને પોલીસ મોબાઈલ ફોન કિમત રૂ 500 અને રોકડ રૂ 3200 એમ કુલ 3700 નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી રસિક જુમા ચૌહાણ રહે જૂના બસ સ્ટેન્ડ પાસે વાળાનું નામ ખૂલતાં ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે