R R Gujarat

કાયદો-વ્યવસ્થા કયા ? મોરબીમાં છરી દેખાડી અપહરણ, ટ્રક-કોપર વાયરની લૂંટ

કાયદો-વ્યવસ્થા કયા ? મોરબીમાં છરી દેખાડી અપહરણ, ટ્રક-કોપર વાયરની લૂંટ

 

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે ચોરી, લૂંટફાટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ હવે સામાન્ય બની ગયા છે છાશવારે આવા ગુનાઓ બનતા રહે છે જેમાં કંડલા બાયપાસ ભક્તિનગર સર્કલ નજીક બે અજાણ્યા સહિત સાત ઇસમોએ યુવાનને છરી દેખાડી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું અને 24 ટન કપર વાયર ની લૂંટ કરી નાસી ગયા હતા

જામનગર જિલ્લાના મૂંગણી ગામના લાલજીભાઇ ધનજીભાઇ વાડોલીયા (ઉ. વ.43) વાળાએ આરોપીઓ ગૌરાંગ પટેલ, ઈરફાન, અમિત વાજા, વસંત વાઘેલા, અમિત સારલા અને બે અજાણ્યા ઇસમો એમ સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા માટે કાવતરું રાંચી ફરિયાદીની ટ્રક જીજે 10 એક્સ 9864 વાળીમાં મોરબી થી જામનગર કોપર વેહર ફીંડલા 24 ટન માલ ભરી જામનગર લઈ જવા રવાના થયો હતો

ત્યારે મોરબી કંડલા બાયપાસ પાસે આરોપી ગૌરાંગ પટેલના કહેવાથી આરોપી અમિતભાઈ સારલએ તથા બે અજાણ્યા ઇસમોએ આવી લાલજીભાઇને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી છરી દેખાડી ગેરકાયદે અટકાયત કરી હતી અને ટ્રક કિમત રૂ 7 લાખ અને તેમાં ભરેલ કોપર વાયર સહિતની લૂંટ કરી આરોપી નાસી ગયા હતા મોરબી એ ડિવિજન પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે