અમરાપર રોડ પર આવેલ વાડી કૂવામાંથી પાણી ભરતી વખતે અકસ્માતે પગ લપસી જતાં કૂવામાં પડી જતાં ડૂબી જતાં સગીરાનું મોત થયું છે બનાવ અંગે ટંકારા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા અમરાપર રોડથી જીવાપર જતાં રસ્તે વાડીમાં રહીને કામ કરતાં તોલીબેન રામાભાઇ સંગાડા (ઉ. વ.13) વાળી સગીર શેઠની વાડીએ બકરા માટે પાણી ભરવા કૂવામાં આવેલ કુંડી ઉપર ચડી કૂવામાંથી પાણી ભરવા જતાં અકસ્માતે પગ લપસી જતાં કૂવામાં પડી જતાં પાણીમાં ડૂબી જતાં મોત થયું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે