બાદનપર ગામની સીમમાં ખેતર પાસેથી પોલીસ ઇંગ્લિશ દારૂની 34 બોટલના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં મોરિયા સીમમાં ખેતર પાસે પોલીસે રેડ કરી હતી જય ખેતર પાસે વોંકળામાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 34 કિમત રૂ 23,324 નો મુદામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે લઈને આરોપી વિમલ મૂળજી જાદવ રહે આશાપુરા પાર્ક વાવડી, મૂળ ગામ બાદનપરને જડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે