તાજેતરમાં દિલ્હી ખાતે ૬૭મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીલ કોમ્પિટિશનતારીખ ૧૩-૧૨-૨૦૨૪ થી તારીખ ૦૫-૦૧-૨૦૨૫ સુધી ડો. કરણસિંહજી શુટીંગ રેન્જ, તુધલકાબાદ, ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ. જેમાં મોરબીના ભુપેન્દ્રભાઈબાલુભાઈ પટેલ. જેઓ એ તાજેતરમા દિલ્હી ખાતે રાષ્ટ્રીયકક્ષાની ચેમ્પિયનશિપમાં ભાગ લીધેલ. આ રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ભારતભરમાંથી ૭૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ. જેમા મુળ હરીપર-કેરાળા (મોરબી) ના ભુપેન્દ્રભાઈ બાલુભાઈ પટેલ, જેઓ એ ૫૦ મીટર ફ્રીપિસ્તોલ ઇવેન્ટ માં ૬૦૦ માંથી ૪૮૭ પોઇન્ટ મેળવીને, રાષ્ટ્રીય કક્ષાની ૬૭મીનેશનલ શૂટિંગ ચેમ્પિયનશીલ કોમ્પિટિશન માં ગોલ્ડ મેડલ મેળવી ને પ્રથમ ક્ર્મ હાસલ કરી સમગ્ર ગુજરાત અને મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરેલ છે.
ઉલ્લેખનીય છેકે, સુરેન્દ્ગનગર જિલ્લા હોમગાડૅ કમાન્ડૅન્ટભુપેન્દ્રભાઈ પટેલએ રાષ્ટ્રીય કક્ષાએ ૧૬ જેટલા મેડલ અને રાજ્ય કક્ષાએ ૨૫ સહીત કુલ ૪૧ જેટલા એવોડૅ સહીત ભારત સરકાર દ્રારા ચાર વાર રીનાઉન્ડ શુટસૅ તરીકે પસંદ પામનાર ભુપેન્દ્રભાઈ પટેલ ઇન્ટરનેશનલ જયુરી તરીકે સેવા આપનાર ભુપેન્દ્રભાઈને રાજ્યપાલ વરદ હસ્તે નિસાન એવોડૅ ૨૦૦૬ અનેરાજ્ય સરકાર દ્રારા ૨૦૧૪માં સરદાર પટેલ એવોડૅ થી નવાજવામાં આવ્યા હતા.