રવાપરની આ જમીનમાં ટાઉન પ્લાનિંગમાં વહેણ ન દર્શાવી લેઆઉટ પ્લાન મંજુર કરવાના એક સરકારી બાબુ એ 10 લાખ કટકટાવ્યા ?
બોલો લ્યો : જમીન માત્ર 23 દિવસમાં જ થઈ બિન ખેતી ?
અહી વાત છે મોરબીના સૌથી મોટા પોશ અને સતત સમાચાર માધ્યમોમાં રહેતા રવાપર ગામની અહીની જમીનોના ભાવ અમદાવાદને પણ ટક્કર મારે તેવા છે પણ જરુરી સુવિધાઓની વાત કરીયે તો કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા પણ નથી અને હોય પણ ક્યાથી ? પાણીના વહેણ ઉપર આ બિલ્ડરોએ ફ્લેટ બનાવી નાખ્યા છે. અને અત્યારે બની પણ રહ્યા છે.
વાત જાણે એમ છે કે રવાપરા ગામના સ.નં. ૨૨/૧ ૧૯૯૩૧ ચો.મી. વાળી બિન ખેતી જમીનની જો. સ.નં. ૨૨/૧ નુ ટીપ્પણ તથા જુનુ સરકારી રેકર્ડ જોવામાં આવે તો સ.નં. ૨૨/૧માંથી કુદરતી પાણીનુ વહેણ જાય છે. પરંતુ અહીના બિલ્ડરોને પાણીના વહેણ સાથે શુ લેવા દેવા ? આ જમીનની માપણી લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા થઈ તેમાં પણ વહેણ દર્શવ્યામાં આવ્યું છે પરંતુ તે વહેણ માત્ર માપણી સીટ પર જ છે જ્યાં જમીન છે ત્યાં તો હાલ પ્લોટીંગ જોવા મળી રહ્યું છે તેમજ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા તા.૦૬-૧૧-૨૦૨૩ થી બિનખેતીની પરવાનગી પણ મળેલ અને વહેણ ને નજરઅંદાજ કરી અધિકારી દ્વારા બિનખેતી લે- આઉટ પ્લાન પણ માતબર પૈસા લઈ ને મંજુર કરવાંમાં આવેલ અને અત્યારે અહી ફ્લેટો બનાવવાની કામગીરી પણ આગળ વધી રહી અને આ એપાર્ટમેન્ટ તૈયાર થઇ જાય પછી પાણીનો નિકાલ ક્યા કરવો એ સૌથી મોટો પ્રશ્ન છે. જિલ્લા કલેક્ટરના બિનખેતીના હુકમમાં પણ સ્પષ્ટ શરત છે કે વરસાદી પાણીના નિકાલને અવરોધ ઉભો કરવો નહિ તેમ છતાં આ બિલ્ડરોએ કલેટરના નિયમોને ઘોળીને પી ગયા છે બિન ખેતી કરનાર આસામી સામે આ બાબતે ઘણો સમય પહેલા એક રવાપરા ગ્રામ પંચાયતને અરજી કરવામાં આવી હતી અને રવાપરા ગ્રામ પંચાયત દ્વારા બિનખતી ધારકને નોટિસ પાઠવામાં આવેલ પરંતુ શરત ભંગ કેસ કરવાની સતા કલેક્ટરને હોય જેથી લે આઉટ પ્લાન મંજુર કરનાર ભષ્ટાચારી બાબુ સામે અને બિનખતી ધારકો સામે કલેક્ટર શું પગલા લે છે એ તો આવનારો સમય જ બતાવશે.
જો કલેક્ટર ભષ્ટાચારી બાબુ સામે અને જમીન માલિકો સામે પગલાં નહિ લે તો મુખ્યમંત્રી સામે પુરાવાઓ સાથે અરજી કરશું તેમ આરાજદારે જણવ્યું હતું…