સ્વદેશી જાગરણ મંચની વિકાસયાત્રાને જો જાણીએ તો એના માટે આવશ્યક છે કે સ્વદેશી ગંગાને લાવવા વાળા રાષ્ટ્રઋષિ ભગીરથ દત્તોપંતજી ઠેંગડીને જાણવા જરૂરી છે. હાલનાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પણ તેમનાં “મનની વાત” કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા અને અપનાવવાનું આહવાન કર્યું છે.ભારતની આર્થિક વિકાસની યાત્રાનેયોગ્ય દિશા આપવા માટે સ્વદેશીજાગરણ મંચનું જેમણે સ્થાપન કર્યુંતેવા દત્તોપંતજી ઠેંગડીનો જન્મ દિવાળીનાં દિવસે ૧૦ નવેમ્બર૧૯૨૦માં મહારાષ્ટ્રનાં વર્ધા જીલ્લામાં આર્વી ગામમાં થયો હતો.નાનપણથી જ તેઓ સ્વતંત્ર સંગ્રામનાસક્રિય રહ્યા હતા. ૧૯૩૫ માં તેઓઆર્વી તાલુકાનાં ‘વાનરસેના’નાં અધ્યક્ષ હતા. જ્યારે એમનો સંપર્ક ડૉ.હેડગાવર સાથે થયો ત્યારે સંઘનાં
વિચારોની એમનાં મન ઉપર ખૂબ ઊંડી અસર પડી એમના પિતા તેમને વકીલ બનાવવા માંગતા હતા. પરંતુ કાનૂની શિક્ષા પૂર્ણ કરી ૧૯૪૧ માં તેઓ સંઘના પ્રચારક બન્યા. તેમણે શરૂઆત કેરલથી કરી ત્યાં તેમણે રાષ્ટ્ર – ભાષા પ્રચાર સમિતિનું કામ પણ કર્યું. કેરલ પછી તેઓ બંગાળમાં અને પછી અસમમાં ગયા. દત્તોપંતજી ઠેંગણીએ સંઘના બીજા સરસંઘચાલક શ્રી ગુરુજીનાં કહેવાથી મજદૂર ક્ષેત્ર માં પણ કામ કરવાનું શરૂ કર્યું. ભારતીય મજદૂર સંઘ નામનાં સંગઠનનો પણ શરૂ કર્યું. અને આજે દેશનું સૌથી મોટું મજદૂર સંગઠન છે. તેમને મળતા સન્માન કે પુરસ્કારને તેઓ
નીરઅહંકારથી સ્વીકાર કરતા હતા.તેમનાં એક પુરસ્કાર અર્પણ વખતેતેમણે જણાવ્યું કે, “હું જે કંઈ કાર્ય કરું છું. એ કાર્ય કરાવનાર ઈશ્વર ખરેખર આ કામના મુખ્ય કર્તા ગણાવી શકાય. હું તો માત્ર મારા માલિકે સોંપેલું કામ કરી રહ્યો છું. અને આપને એવું લાગે છે કે આ કાર્ય હું કરી રહ્યો છું.” દત્તોપંતજી ઠેંગડીની માતૃભાષા મરાઠી હતી. પરંતુ તેઓહિન્દી, સંસ્કૃત, ગુજરાતી, બંગાળી,મલયાલમ અને અંગ્રેજી ભાષા ઉપર પણ એટલું જ પ્રભુત્વ ધરાવતા હતા. સાદગી અને સરળતાનું પ્રત્યક્ષ મૂર્તિ સમાન તેમનું રૂપ હતું. તેઓ રાષ્ટ્રને સમર્પિત એક તપસ્વીનું જીવન જીવતા હતા.
કાર્યની સફળતામાં તેમને અતૂટ વિશ્વાસ ધરાવતા દત્તોપંતજીએ કુશળ સંગઠન કેવી રીતે રચવું? સંઘ કાર્યકર્તા કેવા હોવા જોઈએ? તથા એક મજબૂત સંગઠન કઈ રીતે બને? તેના માટે તેમણે માર્ગદર્શન આપેલું છે. એમણે સામાજિક ક્ષેત્રના અનેક સંગઠનોનો પાયો નાખ્યો હતો. તેઓની દિનચર્યા ખૂબ જ વ્યસ્ત હતી. તેઓની કામગીરી અને નિરંતર તેઓનો પ્રવાસ રહેતો હોવા છતાં હિન્દી અંગ્રેજી અને મરાઠીમાં કુલ તેમને ૩૦થી વધુ પુસ્તકો લખ્યા છે. અનેક લેખકોના પુસ્તકોની તેમને પ્રસ્તાવનાઓ લખી છે. જેમાં એમણે એમનાં જીવનમાં પુસ્તકોનું કરેલું ચિંતન અને વિચાર મંથનનું પરિણામ જેવા મળે છે. આ પુસ્તકો સમાજને દિશા નિર્દેશ કરનારા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપનારા છે. એક આગેવાન હતાં . તેઓ મજદૂરોના નેતા હતા, કિસાનોના નેતા હતા, રાષ્ટ્રહિત ચિંતકોના નેતા હતા. એક બાજુ પોતે પ્રચારથી અલિપ્ત રહીને સંગઠનને મજબૂત કર્યું અને બીજી તરફ જ્યારે જરૂર પડી ત્યારે તેમને ખુદે આંદોલનનું નેતૃત્વ પણ કર્યું છે. આમ છતાં તેઓ સ્વભાવે ખૂબ જ સરળ સહજ અને નીરઅભિમાની, નીરઅહંકારી રહ્યા. ૧૪ ઓક્ટોબર ૨૦૦૪ નાં તેમનું અવસાન થયું. તેઓ જીવન પર્યંત સંઘનાં સક્રિય પ્રચારક રહ્યા. આવા ઋષિ તુલ્ય માનનીય વંદનીય શ્રદ્ધેય સ્વર્ગીય શ્રી દત્તોપંતજી કેંગણીને તેમની જન્મજયંતિ પર શત શત વંદન. અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વદેશી જાગરણ મંચના અને સ્વાલંબી ભારત અભિયાનના જિલ્લા સહ સંયોજક અરવિંદભાઈ જેતપરીયા મનોજભાઈ પોપટ તેમજ એકતા કોમ્યુટર કલાસીસના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.