R R Gujarat

મોરબીમાં અભિનેતા સુનીલ શેટ્ટીની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ બિલ્ડકોન એક્સપોની પ્રિ-લોન્ચ ઈવેન્ટ યોજાઈ

મોરબીમાં અભિનેતા સુનીલ શેટ્ટીની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ બિલ્ડકોન એક્સપોની પ્રિ-લોન્ચ ઈવેન્ટ યોજાઈ

મોરબી : મોરબીમાં આજે તારીખ 6 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ વાઈબ્રન્ટ બિલ્ડકોન એકસ્પોની પ્રિ-લૉન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં બોલિવુડના જાણિતા અભિનેતા અને આ એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર સુનીલ શેટ્ટીએ હાજરી આપી હતી.

મહત્વનું છે કે, આગામી 13 થી 16 એપ્રિલ, 2025 દરમિયાન દિલ્હી ખાતે યશોભુમી એક્ઝિબિશન સેન્ટરમાં ‘બિલ્ડીંગ મટીરીયલ્સનો ઇન્ટરનેશનલ એકસ્પો– વાઈબ્રન્ટ બિલ્ડકોન’ યોજાવા જઈ રહ્યો છે. આ વાઇબ્રન્ટ બિલ્ડકોન એકસ્પોની પ્રિ લૉન્ચ ઇવેન્ટ આજે મોરબીના કેશવ બેંકવેટ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં ખ્યાતનામ બોલિવુડ અભિનેતા, બિઝનેસમેન અને એક્સ્પોના બ્રાન્ડ એમ્બસેડર તરીકે સુનીલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા. આ એક્સપોમાં દોઢ લાખથી વધુ સ્થાનિક મુલાકાતીઓ, 600થી વધુ પ્રદર્શકો અને 100થી વધુ દેશના 2 હજારથી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ ઈવેન્ટમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, મને વાઈબ્રન્ટ બિલ્ડકોન 2025નો ભાગ બનવાનું ગૌરવ છે. યે એક્સપો નહીં એક્સપિરિયન્સ હૈ.

આ પ્રિ લોન્ચ ઈવેન્ટમાં કેપિક્સિલ (સિરામિક પેનલ)ના સિનિયર વાઈસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે. આ ઈવેન્ટ અમારા માટે ભારતીય ઉત્પાદકોની અપારક્ષમતા દર્શાવવાની એક શ્રેષ્ઠ તક છે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ મોરબીના ઉત્પાદકો માટે આ ઈવેન્ટના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મોરબી સિરામિક ઉદ્યોગ માટે અમારી નવીનતાઓ પ્રદર્શિત કરવા અને ભારતના નિકાસ વૃદ્ધિમાં યોગદાન આપવા માટે એક નોંધપાત્ર તક છે.

રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ બિલ્ડકોન 2025 એ અમારા જેવા વ્યવસાયો માટે ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડાવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. ઈન્ડિયન લેમિનેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના બોર્ડ ડિરેક્ટર મહેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગના અગ્રણીઓની આટલી વિશાળ શ્રેણીને એક સાથે લાવીને વાઈબ્રન્ટ બિલ્ડકોન ભારત ઓફર કરે છે કે ગુણવત્તા, નવીનતા અને કુશળતાને પ્રકાશિત કરવામાં અમને મદદ કરશે. ગુજરાત પેઈન્ટ એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ઈવેન્ટ ગુજરાતના ઉદ્યોગો માટે નેટવર્ક સહયોગ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ કરવાની મહત્વપૂર્ણ તક છે.