મારી અરજીમાં 5 દિવસમાં જો કોઈ ન્યાય નહિ મળે તો આત્મવિલોપન કરીશ જેની જવાબદારી મોરબી કલેક્ટરની રેહશે : અરજદાર
મોરબીમાં થોડા દિવસો પહેલા એક જાગૃત નાગરિકે મોરબી તાલુકાના ચાંચાપર ગામે થયેલ જમીન કૌભાંડ બાબતે કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓના નામ જોગ અરજી મુખ્યમંત્રી, સચિવ અને જિલ્લા કલેક્ટરને કરેલ જેથી ચાંચાપર ગામના જમીન કૌભાંડમાં સંકળાયેલા અધિકારીઓમાં કાયદેસરનો ફફડાટ વ્યાપી ગયો અને જે ભીનુ સંકેલવા માટે ફોનના વાયર છેક ગાંધીનગર સુધી ધણધણ્યા હતા.
હાલમાં જ તે જ જાગૃત નાગરીક દ્વારા ફરી મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને આ મહા કૌભાંડની તપાસ કરવા અને જો તપાસ કરવામાં ન આવે તો આત્મવિલોપનની પણ ચીમકી આપી ફરી અરજી કરેલ છે આનો શીધો જ અર્થ એ થાય કે મોરબીનુ મહા ભ્રષ્ટ મહેસુલી તંત્ર આ મહા કૌભાંડકારી અધિકારીઓને બચાવવા આકાશ પાતાળ એક કર્યા છે. અને અરજદાર દ્વારા કરાયેલી બીજી અરજીમાં તો મોરબીની મામલતદાર અને કલેક્ટર કચેરીઓમાં ચાલતા મહા ભ્રષ્ટાચારના સમગ્ર ખેલને જ ખુલ્લો પાડવામાં આવ્યો છે અને મહેસુલી તંત્રના અધિકારીઓ કેવી કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે તેની સમગ્ર મોડસ ઓપરન્ડી અરજીમાં લખેલ છે. એટલુ જ નહી આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા આધિકારીઓની બેનામી સંપતીની માહિતી સુધ્ધા આ અરજીમાં આપેલી છે. આ અરજીની એક કોપી એંટી કરપ્શન બ્યુરો રાજકોટને પણ અરજદાર દ્વારા મોકલેલ છે. હવે પ્રશ્ન એ થાય છે કે મોરબીના અધિક કલેક્ટર અને જિલ્લા કલેક્ટર શા માટે આ અરજીની નિશ્પક્ષ તપાસથી પાછી પાની કરે છે ? તે લોકો શા માટે કૌભાંડી અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે. આ બીજી અરજીમાં અરજદારે મોરબીની મહેસુલી કચેરીઓમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે તેનો કાળો ચીઠો વિગતવાર અરજીમાં લખ્યો છે. શુ તંત્ર માટે કોઇ વ્યક્તિની ઝીંદગી કરતા પણ કૌભાંડ કારી લોકોને બચાવવા વધુ મહત્વના છે ? આટલુ બધુ થવા છતા પણ મોરબી જિલ્લાના અધિક કલેક્ટર એસ.જે. ખાચર અને કલેક્ટર કે.બી. ઝવેરી ના પેટનુ પાણી પણ કેમ હલતુ નથી? મોરબી જિલ્લા કલેક્ટર શા માટે આવા મહા ભ્રષ્ટાચારી અધિકારીઓને છાવરતા હશે ? અરજદારે અરેજીમાં કૌભાંડી લોકોની જે બેનામી સંપતીનો પણ ઉલ્લેખ કરેલ છે ખરેખર તેની પણ નિષ્પણ તપાસ કરવામાં આવશે ? જો મોરબીની તમામ મહેસુલી કચેરીઓના કર્મચારીઓની વિગતો કાઢવામાં આવે તો ખબર પડશે કે મોરબીમાં એવા કેટલાય કર્મચારીઓ છે કે જેઓ વર્ષોથી એક ને એક કચેરીમાં જ ફરજ બજાવે છે તેઓની બદલી થતી જ નથી. ખાલી મોરબીની કલેક્ટર કચેરીનુ ઉદાહરણ લેવામાં આવે તો રીનાબેન અલગોતર છેલ્લા ૭ વર્ષથી વધારે, ચીરાગ પ્રજાપતી છેલ્લા ૭ વર્ષથી વધારે, અંકીત ઝાલરીયા છેલા ૯ વર્ષથી વધારે, અને હરેશ ચૌહાણ છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી એક જ કચેરીમાં ફરજ બજાવે છે. આતો અમુક જ નામો અહી લખ્યા છે. બાકી તો મોરબી આવા ઘણા કર્મચારીઓ છે. જો મોરબીની મામલતદાર કચેરીઓ અને નાયબ કલેક્ટર કચેરીઓ નો સર્વે કરવામાં આવે તો આવા ઘણા કર્મચારીઓ નિકડે કે જેઓની બદલી છેલ્લા ઘણા વષોથી થયેલ નથી અને જો બદલી થાય તો પણ ખાલી એ જ કચેરીમાં ટેબલ બદલાવીને તંત્ર સંતોષ માને છે. પરંતુ કચેરી તો કોઇ દિવસ બદાલાવેલ જ નથી. મહેસુલ વિભાગનો RD/MSM/e-file/15/2023/4784/N(Jilla Establishment), તા.૦૯-૦૬-૨૦૨૪ ના પત્રમાં સ્પષ્ટ સુચના થયેલ છે કે છેલ્લા ૪ વર્ષથી એક ને એક જગ્યા પર ફરજ બજાવતા જિલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓની તાત્કાલીક કચેરી બદલી કરીને રીપોર્ટ કરવો. પરંતુ શા માટે કલેક્ટર તંત્ર મહેસુલ વિભાગના આ પત્રને પણ ઘોળીને પી જાય છે ? શુ ભવિષ્યમાં મોરબીમાં કોઇ મોટુ જમીન કૌભાંડ થાય કે કોઇ મોટી દુર્ઘટના થાય તો મોરબી કલેક્ટર કે અધિક કલેક્ટર તેની જવાબદારી લેશે? અને ઇનિહાસ સાક્ષી છે કે આવા મહા કૌભાંડો અને દુર્ઘટનાઓના મુળમાં ભ્રષ્ટાચાર જ હોય છે. આવા લોકો જ ભ્રષ્ટાચારનુ મુળ કારણ છે. છેલ્લે કલેક્ટર જી.ટી પંડ્યાના વખતમાં ખોટા થયેલા બદલીના ઓર્ડરોમાં મોરબીના ધારાસભ્યો તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ પણ આ ભ્રષ્ટાચારથી પ્રેરીત બદલીઓ પર રોક લગાવેલી તેઓને પણ જાણ હતી કે મોરબીમાં જે રીતે બદલીઓ થાય છે. તેમા ભ્રષ્ટાચાર સીવાય કાંઇ જ નથી. પરંતુ મોરબીના અધિકારીઓ પાસે ધારાસભ્યો કે સાંસદ સભ્યોનુ પણ કંઇ ચાલતુ નથી કે બીચારા ધારાસભ્યો પણ કંઇ કરી શકતા નથી. અને આ બધા લોકો મહેસુલી તંત્ર દ્વારા થતા મસમોટા ભ્રષ્ટાચારનો તમાસો જોયા કરે છે.
હમણા કલેક્ટર તંત્ર દ્વારા સ્વામિનારયણ મંદીરને ગેરકાયદેસર દિવાલ બાબતે નોટીસ આપેલ તથા સરકારી જમીનમાં ગેરકાયદે પેશકદમી કરનાર લોકો વિરુધ્ધ કાર્યવાહી કરેલ. પરંતુ મોરબીના રેવન્યુ તંત્રને તેઓની કચેરીમાં ચાલતા પોલંપોલ કે ચાંચાપર ગામનુ જમીન મહા કૌભાંડ કેમ દેખાતુ નથી ? મોરબીનુ મહેસુલી તંત્ર આ કૌભાંડકારી લોકોને બચાવવા શા માટે એડી ચોટીનુ જોર લગાવે છે ? શુ સરકાર દ્વારા બનાવાયેલા નિયમો મોરબીની આમ જનતા ને જ લાગુ પડે છે ? કલેક્ટર તંત્રને આ નિયમો લાગુ નથી પડતા કે કાયદામાં આ લોકોને વિશેષ છુટ મળેલ છે ? જે હોય તે પરંતુ અરજદાર દ્વારા કરેલ અરજીની નિષ્પક્ષ તપાસ થાય તો દુધ નુ દુધ અને પાણીનુ પાણી થાશે. બાકી અત્યારે તો મોરબીની જનતા ભગવાન ભરોશે છે એ વાત પણ નક્કી જ છે.