મોરબી તાલુકામાં આવેલા ચાંચાપર ગામમાં જમીન કૌભાંડ થયાની અરજી થી ચકચાર મચી છે આ કૌભાંડમાં ફરજ બજાવતા તલાટી થી લઈને ઉચ્ચ અધિકારીઓના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને આ અરજીમાં કલેક્ટરને કૌભાંડી અધિકારીઓ સામે પગલાં લેવા અરજદાર દ્વારા પડકાર પણ ફેંકવામાં આવ્યો છે અને જો કલેકટર પગલાં નહિ લે તો દલિત સમાજના લોકો કલેક્ટર કચેરીના પટાંગણમાં આંદોલન પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં હમણાં જ મામલતદાર મોરબી તાલુકા વિરુધ્ધ અરજીઓ, ગાંધીનગર થી મહેસુલી અધિકારીઓના દરોડા પડ્યાની વિગતો સામે આવી હતી જે સમાચારોની સાહી પણ સુકાઇ નથી ત્યાજ મોરબીમાં જાગૃત નાગરીક દ્વારા મોરબી તાલુકાના ચાંચાપર ગામે સ.નં. ૨૪૦ પૈ ની સરકારી ખરાબાની જમીનોની લ્હાણી તેમજ મુળ જગ્યા કરતા રોડ ટચ જમીનોના ખોટા પંચરોજકામ કરીને ખુબ મોટો ભ્રષ્ટાચારની નામ જોગ અરજી મુખ્યમંત્રીશ્રી અને મહેસુલ સચિવને કરી છે. અરજીમાં અરજદારે તંત્રને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા લેવા પડકાર પણ ફેક્યો છે. ત્યારે આ અરજીની વિગતો એમ છે કે હાલમાં સમાચાર પત્રોમાં મોરબી મામલતદાર ગ્રામ્ય કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારના સમાચાર વાંચ્યા અને સોશીયલ મિડીયામાં ભ્રષ્ટાચાર વિરુધ્ધની અરજીઓ જોઇ અને વાંચી આ તમામ સમાચારોનો અભ્યાસ કરતા માલુમ પડ્યુ કે આ બધુ સાચુ છે. જેથી હુ પણ મારા નામ જોગ મોરબીના ચાંચાપર ગામના સરકારી ખરાબામાં થયેલા આ મહા ભ્રષ્ટાચારને લોકોની સામે લાવવા આ અરજી કરુ છુ. જો તંત્રમાં ત્રેવડ હોય તો આવા ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓ ઉપર પગલા લઈ બતાવે
વાત જાણે એમ છે કે મોરબી તાલુકાના ચાંચાપર ગામના જે તે વખતના સરકારી ખરાબાના સ.નં. ૨૪૦ આવેલ. જે જમીન ચાંચાપર ગામની નોંધ નં. ૨૮૪ મુજબ મુળ ગૌચરના ખરાબાની આવેલ હતી. જે આ જમીન પછીથી સરકાર તરફથી જમીન વિહોણા ગરીબ દલીત લોકો તથા માલધારી લોકોને વાવવા – ખેડવા ચાંચાપર ગામની નોંધ નં. ૮૦૬ મુજબ આપેલ હતી અને દલીત લોકો પૈસાના અભાવે આ જમીનો ખેડવા સક્ષમ ન હતા જેથી તે લોકો ખેતી કરી શકતા ન હોય જેથી નાયબ કલેક્ટર મોરબી દ્વારા આ તમામ દલીતો-માલધારી લોકોની જમીન નોંધ નં. ૧૬૯૧ થી શરતભંગ કરી શ્રી સરકાર કરેલ અને આ દલીત-માલધારી લોકોએ જે તે વખતે નાયબ કલેક્ટર સમક્ષ રૂબરૂ નિવેદન આપી આ જમીન અમોને હવે જોઇતી નથી તેવુ રૂબરૂ નિવેદન આપેલ એટલે કે રાજીનામુ આપેલ સરકારના નિયમો મુજબ રાજીનામુ આપેલ જમીન ફરી વાર કોઇ દિવસ રી-ગ્રાંટ થાય નહી કે આવી જમીનો ફરી રી-ગ્રાંટ કરવાની કોઇ જોગવાઇ નથી સ.નં. ૨૪૦ આખા સરકારી ખરાબો કોઇ ખેડતુ જ નહોતું આ દલીત સમાજના લોકોને તો તેઓની જમીન ક્યા છે ઇ તો ખબર જ ન હતી કારણકે તે લોકોએ પૈસાના અભાવે કોઇ દિવસ ખેતી જ નથી કરી અને હવે જ આ મોટા ભ્રષ્ટાચારનો ખેલ શરૂ થાય છે. મોરબીના મોટા ગજાના ભુ માફીયાઓ અને મોટા અધિકારીઓને આ જમીનો ધ્યાને આવતા તેઓએ એક મોટું કૌભાંડ કરેલ ચાંચાપર ગામની નોંધ નં. ૧૬૯૧ મુજબ આ તમામ જમીનો શ્રી સરકાર થયેલ. અને દલીત લોકોએ જે તે વખતે આ તમામ જમીનોનુ રાજીનામુ આપેલ જે રાજીનામાના કાગળો જે તે વખતના શરતભંગ કેસમાં પણ છે અને આ કાગળો અરજદાર પાસે પણ છે હવે અમુક ભુમાફીયાઓ દ્વારા આ દલીતો ને ફોસલાવી લાલચો આપી આ શ્રી સરકાર થયેલ જમીનો કલેક્ટર મારફત વહીવટો કરીને વાવેતરની એક તક વાળો હુકમ કરાવેલ ત્યારબાદ મુળ ગ્રાંટીના નામે જમીન થતા તાત્કાલીક વારસાઇ પડે છે. અને તાત્કાલીક નવી શરતમાંથી જુની શરત ફેરવવા માટે તાત્કાલીક હુકમો થાય છે. અને તરતજ વેચાણ થાય છે. હવે પ્રશ્ન એ છે કે જે તે વખતે આ ફળવેલ જમીનો ક્યા છે એ કોઇ ને ખબર જ નોતી તો જે તે વખતના રેવ. તલાટી સર્કલ ઓફીસર પી.આર ગંભીર દ્વારા ખોટા પંચરોજકામ કરીને ખોટુ વાવેતર દર્શાવીને વહેલા તે પહેલાના ધોરણે આ જગ્યામાં વાવેતર દર્શાવીને ખોટુ પંચરોજકામ અને ખોટી ચતુર્દીશા દર્શાવીને ખોટા અભિપ્રાય આપેલ અને આ મામલતદાર નિખીલ મહેતા દ્વારા સર્વે નંબર ૨૪૦પૈકી ની અમુક selected જમીનોની જુની શરતમાં ફેરવવાનો હુકમ કરેલ અને આ હુકમો નાયબ કલેક્ટર ડી.એ. ઝાલા દ્વારા માન્ય કરેલ અને સમીક્ષા કરવામાં આવેલ જો આ બધી જમીનોના જે તે વખતના જમીન ફાળવણીના રોજકામો અને ડી.આઇ.એલ.આર દ્વારા જે તે વખતની માપણી શીટ જોવામાં આવે તો આ જમીનો ઘણી ઉંડી આવેલ છે રોડ ટચ તો આવેલ જ નથી. આ બધાને સાબીત કરવા માટે આજ થી ૧૦-૧૫ વર્ષ પહેલાનુ ગુગલ મેપ પરથી જો આ જમીનની સ્થળ-સ્થિતિ જોવામાં આવે તો આનો સંપૂર્ણ ખ્યાલ આવી જાશે કે રેવ. તલાટી સર્કલ ઓફીસર પી.આર. ગંભીર, જે તે વખતના શીરસ્તેદાર સંજય બારીયા અને મામલતદાર નીખીલ મહેતા અને નાયબ કલેક્ટર ડી.એ. ઝાલા ની ટોળકીએ લાખો-કરોડો રૂપીયા લઇને આ એક મહા કાય કૌભાંડ કરેલ. અને શીરસ્તેદાર સંજય બારીયાએ તો જે તે વખતના શરતભંગ કેસોમાં રેકર્ડ સાથે ચેડા કરીને અમુક રેકર્ડ ગુમ પણ કરેલ છે. વધુમાં ચાંચાપર ગામે જે તે વખતે જમીન વિહોણા ગરીબ ખેડુતોને જ્યારે સાંથણીમાં જમીન આપવામાં આવેલ ત્યારે ડી.આઇ.એલ.આર ઓફીસ દ્વારા તેની માપણી કરવામાં આવેલ. જે માપણીશીટનુ ક્ષેત્રફળ આપેલ જમીનો કરતા ઓછુ હતુ. પરંતુ જ્યારે આ બધી જમીનો રી ગ્રાંટ કરવામાં આવેલ ત્યારે જુની માપણીશીટો ધ્યાનમાં લીધેલ નથી. નીતી નિયમો નેવે મુકીને નવી માપણીશીટો કરીને બદલામાં મોટો ભ્રષ્ટાચાર કરેલ. અને આ જમીનો રી ગ્રાંટ થઇ તે સમયે તલાટી કમ મંત્રી દ્વારા પણ ખોટા વાવેતર દર્શાવેલ. આ બધુ પ્રુફ માટે જે તે સમયના ગુગલ મેપ પરથી સમજાય જાય અને પેલા તો આ રાજીનામાવાળી આ જમીનો કોઇ દિવસ મુળ ગ્રાંટીને મળે જ નહી. પણ જે તે વખતે જો કલેક્ટર દ્વારા એક તક આપેલ તેની સામે મને કોઇ વાંધો પણ નથી પણ મોટા બીલ્ડર અને ભુ માફીયાઓની અરજી જ મંજુર થાય છે ? ગરીબ દલીત લોકોની કેમ નહી? પણ ધારો કે વાવેતરની એક તક મળી તો પણ તરત જ વારસાઇ, તાત્કાલીક નવી જુની શરતના હુકમો, અને પછી તાત્કાલીક જ વેચાણ બધુ જ આટલી ઝડપે કેમ થયુ ? ત્યારબાદ દલીતોને આ લોકોનો ખેલ સમજમાં આવી જતા ગરીબ દલીતો વહીવટ વગર જાતે અપીલ અરજી કરે તો તેઓની અરજી શા માટે ના-મંજુર થાય ? ત્યારબાદ ઘણા દલીતો એ તેઓની મુળ જમીન પાછી મેળવવા માટે કલેક્ટરમાં અને સચિવ વિવાદમાં અરજીઓ કરી પણ દલીતો પાસે આ લોકોને દેવા માટે પૈસા નો તા એટલે આ કલેક્ટર તંત્રએ તેઓની અપીલ અરજીઓ ના-મંજુર કરેલ. શા માટે સમાન પ્રકારની અપીલો માં જુદા જુદા નિર્ણય ? એક વ્યક્તિને જમીન રી-રીગ્રાંટ થાય અને તેના જેવા જ કેસવાળા બીજાની અપીલ અરજી દફતરે થાય ? જે તે વખતે નાયબ કલેક્ટર દ્વારા ચાંચાપરના સરકારી ખરાબાના સ.નં. ૪૬૩ માંથી ૫ લોકોને, સ.નં. ૧૪૨ માંથી ૫ લોકોને અને ૨૪૦ માંથી ૩૮ લોકોને સાંથણીમાં જમીન આપેલ. હવે જે લોકો પહેલા કલેક્ટરમાં ગયા અને મોટી લાંચ આપી અને ભ્રષ્ટાચારનુ આખુ માળખુ ગોઠવ્યુ એની જમીન રી-ગ્રાંટ થઇ ગઇ અને એ પણ રોડ ટચ ખોટા પંચરોજકામ કરીને અને ખોટા વાવેતર દર્શાવીને હવે બીજા લોકો જે અપીલમાં જાય છે ઇ લોકોની અપીલ અરજી શા માટે ફાઇલે થાય છે. હવે તંત્ર જો ચાંચાપરમાં સરકારી ખરાબનો હિસાબ કરે તો જે તે વખતે સરકારી ખરાબાની જગ્યા કરતા વધારે જમીન જે તે વખતે ગરીબ દલીતો-માલધારી લોકોને આપેલ. હવે જે લોકોની જમીન હજી પણ શ્રી સરકાર છે એ બધા લોકોની અપીલ મંજુર પણ કરવામાં આવે તો આટલો મોટો ખરાબો જ નથી. તો હવે બાકી રહી ગયા છે એ લોકોનો શુ વાંક ? ભ્રષ્ટાચાર કરીને સેટીંગ થી જે લોકોએ તેઓની જમીન ખાતે કરી લિધી એ લોકોના નામે જમીન થઇ ગઇ અને વેચાણ પણ થઇ ગયુ તો બાકીના ગરીબ લોકો ને શુ સમજવુ ? સ.નં. ૨૪૦ પૈ ની જમીનમાં જે મોટુ કૌભાંડ થયા તેના તમામ પુરાવાઓ મારી પાસે છે. આ સરકારી જમીનમાં મોટુ કૌભાંડ થયુ છે. આ મહા કૌભાંડના મુખ્ય સુત્રધારો રેવ. તલાટી અને સર્કલ ઓફીસર પી.આર ગંભીર, નાયબ કલેક્ટર કચેરીના શીરસ્તેદાર સંજય બારીયા, મામલતદાર નિખીલ મહેતા અને નાયબ કલેક્ટર ડી.એ. ઝાલા છે. રેવ. તલાટી અને સર્કલ ઓફીસરે ખોટા પંચરોજ કામ કરીને ખોટુ વાવેતર દર્શાવીને જમીન જ્યા છે તેના કરતા અલગ જગ્યાએ દર્શાવેલ. જેના બદલામાં આ લોકો લાખો રૂપીયા કમાણા હતા. આ ભ્રષ્ટાચારના તમામ પુરાવાઓ મારી પાસે છે જરૂર પડ્યે તમામ પુરાવાઓ હુ રજુ કરીશ તેવું અરજદારે અરજીમાં જણાવ્યું છે અને સાથે આવા મહા ભ્રષ્ટાચારી લોકો પર કાયદાકીય પગલા લેવા અને નક્કર કામગીરી કરવા મારી અરજી છે. નહીતર અમોને બંધારણમાં મળેલ અધિકારોનો ઉપયોગ કરીને દલીત લોકો કાયદેસરની કાર્યવાહી કરીને કલેક્ટર કચેરીના પટાંગણમાં બેસીને આંદોલન કરશે જેની સમગ્ર જવાબદારી મોરબી કલેક્ટરની રેહશે તેવી ચીમકી અરજદારે તેની અરજી મા ઉચ્ચારી છે અને અરજીમાં કેટલું તથ્ય છે એતો અરજીની સંપૂર્ણ નિષ્પક્ષ તાપસ થયા બાદ જ ખ્યાલ આવશે.
2016 નો ગુગલ મેપ નો ફોટો