કલેકટર કચેરી સહિતની કચેરીઓમાં ક્યાં કામના કેટલા ભાવ તેનું ભાવપત્રક છે તૈયાર
જાગૃત નાગરિકે અધિકારીઓ પર કર્યા ગંભીર આક્ષેપો, મુખ્ય સચિવને રજુઆત
જ્યારે આપણે હોટેલમાં ભોજન કરવા જતાં હોઈએ ત્યારે સૌ કોઈએ જોયું હશે કે જે તે વાનગીનું નામ અને સામે ભાવ પણ લખેલા હોય છે એ તો સામાન્ય છે પણ આવું ભાવપત્રક સરકારી કચેરીઓમાં કામ માટેનું તમને જોવા મળે તો શું થાય ? સાંભળીને ચોકી ગયા ને પણ મોરબીની આ કડવી વાસ્તવિકતા છે મોરબીની વિવિધ સરકારી કચેરીમાં કયું કામ કરવાના કેટલા રૂપિયા થશે તેનું બાકાયદા ભાવપત્રક બનાવેલ હોવાના ગંભીર આક્ષેપો સાથે જાગૃત નાગરિકે રાજ્યના મુખ્ય સચિવ, એસીબી નિયામક સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓને અરજી કરી પગલાં ભરવા માંગ કરી છે તો મોરબીના ગ્રામ્ય મામલતદાર બેફામ ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
જાગૃત નાગરિકે કરેલી અરજીમાં જણાવ્યું છે કે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં ભ્રષ્ટાચાર મુખ્ય કારણ હતું ત્યારે મોરબીમાં પણ આવો વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેમાં મામલતદાર કચેરી મોરબી અને અન્ય મામલતદાર કચેરીઓમાં થતા કામોનું ભાવ પત્રક તૈયાર છે જેમાં બિનખેતી અભિપ્રાય માટે એકરે 25 હજાર, જો કોઈ લોચા હોય તો લોચા પ્રમાણે 1-2 લાખ ભાવ, પેટ્રોલિયમ લાયસન્સ અભિપ્રાય માટે 1-2 લાખ તે જ રીતે ઇ ધરામાં કાચી નોંધ, નોંધ પ્રમાણિત કરવા સહિતના કામોના નામ અને સામે ભાવ લખેલા છે
તો માત્ર મામલતદાર કચેરી જ નહીં નાયબ કલેકટર કચેરી તથા નાયબ કલેકટર કચેરીઓમાં થતા કામોનું ભાવપત્રક, કલેકટર કચેરીમાં થતા કામોનું ભાવપત્રક પણ અરજીમાં સાથે મોકલ્યું છે જેમાં જણાવ્યું છે કે આથી વધુ હશે જે અમારા ધ્યાનમાં નથી
મોરબી જિલ્લામાં અધિકારીઓ માત્ર એક જ મકશદથી આવે છે કે કરોડો રૂપિયા બનાવવા પછી મોરબીનુ જે થઉં હોય તે થાય.મોરબીની નોકરશાહી એટલી હદે ભ્રષ્ટચારી થઈ ગઈ છે કે ધારાસભ્યોનું પણ આ લોકો પાસે કાંઈ આવતું નથી જેથી એન્ટી કરપશન બ્યુરો મોરબીમાં મોટા અધિકારીઓની ટ્રેપ ગોઠવે અને ભ્રષ્ટાચાર પર બ્રેક મારે તેવી વિનંતી કરી છે
મોરબીમાં વર્ષોથી નોકરી કરતા અધિકારીઓની બેનામી સંપત્તિની તપાસ કરવામાં આવે તે જરૂરી છે આ ભાવ પત્રકની સત્યતા માટે મોરબી જિલ્લામાં પ્રેક્ટિસ કરતા વકીલો, બિન ખેતી કન્સલ્ટન્ટ કે વચેટીયાઓના ખાનગી રાહે નિવેદન લેવામાં આવે તો સત્ય બહાર આવશે જેથી મોરબીમાં ચાલતા ભ્રષ્ટાચારનો ખેલ તાત્કાલિક બંધ થાય તેવી માંગ કરી છે
ગ્રામ્ય મામલતદાર બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાના ગંભીર આક્ષેપ…
મોરબીમાં પૈસા આપીને નિયમોની એસી તેસી કરીને બિનખેતી પરવાનગી આપવામાં આવે છે ત્યાર બાદ પૈસા આપીને મન મુજબનો નકશો બનાવાય છે અને અન લીગલ કન્સ્ટ્રકશન થાય છે રાજકોટ ટીઆરપી જેવી મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? તેના માટે જીલ્લાના તમામ તંત્ર જવાબદાર છે મોબી ગ્રામ્યના મામલતદાર નીખીલ મહેતાના ભ્રષ્ટાચારના તમામ પુરાવાઓની અરજી કરેલી પણ મોરબી જીલ્લાનું રેવન્યુ તંત્ર જાણે નીખીલ મહેતાને બચાવવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે જેથી આવા ભ્રસ્તાચારી લોકોનો વાળ પણ વાંકો થતો નથી તેના માટે મોરબી જીલ્લાનું કલેકટર તંત્ર પણ જવાબદાર છે મોરબી જીલ્લામાં વર્ષોથી એક જ જગ્યાએ બેસી ગયા છે તેનું એક જ કારણ છે ભ્રષ્ટાચાર.