R R Gujarat

ચેતવણી : મોરબીના બે યુવાનો MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા

ચેતવણી : મોરબીના બે યુવાનો MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા

વાંકાનેર પાસે થી તરુણભાઇ ફુલતરીયા અને વિપુલભાઇ ફુલતરીયા નામના બે યુવાનો 10.76 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન કિંમત રૂપિયા 1,07,600 સાથે ઝડપાયા

મોરબીમાં દિન પ્રતિદિન યુવાનો ઓનલાઇન જુગાર અને ચરસ , ગાંજા ડ્રગ્સના નશાના રવાડે ચડી ચુક્યા છે ત્યારે મોરબીના પાનના ગલ્લા પર થી પણ આ પ્રકારની નશાનું સેવન કરવા માટે ઉપગયોગમાં લેવાતી વસ્તુઓ સરળતાથી મળી રહે ત્યારે આજે મોરબીના જ બે યુવાનો વાંકાનેર બાઉન્ડ્રી નજીક મેસરીયા ગામ પાસે આવેલ ચેક પોસ્ટ પાસે થી મેફેડ્રોન નામક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાય ચુક્યા છે ત્યારે આ મોરબીના યુવાનો અને માતા પિતા માટે ચોક્કસ લાલબત્તી સમાન અને ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે ત્યારે જાગૃત બનવું જરૂરી બન્યું છે

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમીયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક મેસરીયા ગામ પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી દરમિયાન સફેદ કલરની ઇનોવા કાર રજી નં-GJ-03-NB-4708 વાળી નિકળતા ગાડી ચેક કરતા આરોપી તરુણભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી તથા વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી વાળા 10.76 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન કિંમત રૂપિયા 1,07,600, મોબાઇલ ફોન નંગ-5 કિંમત રૂપિયા 1 લાખ, રોકડા રૂપીયા 50 હજાર તેમજ ઇનોવા કાર રજી નં-GJ-03-NB-4708 કિમત રૂપિયા 10 લાખ સહિત કુલ રૂપીયા 12,57,600 સાથે ઝડપી લઈ એન.ડી.પી.એસ. એક્ટની કલમ- 8(સી), 21(બી), 29 મુજબની કાર્યવાહી કરી બન્ને શખ્સને ધોરણસર અટકાયતમાં લઈ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.