R R Gujarat

મોરબીમાં ભારે પવન અને વરસાદના કારણે સનટેક પ્લાયવૂડમાં લાખો રૂપિયાનું નુકશાન

મોરબીમાં ભારે પવન અને વરસાદના કારણે સનટેક પ્લાયવૂડમાં લાખો રૂપિયાનું નુકશાન

સતત ત્રણ દિવસ સુધી ફૂંકાયેલ પવનને કારણે ઉદ્યોગોમાં ખાના ખરાબી,ખાખરાળામાં પ્લાયવૂડ ફેક્ટરી શેડ તૂટયો, દીવાલોમાં મસમોટી તિરાડોના કારણે લાખો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજ

મોરબી સહીત રાજ્યના અલગ અલગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે સતત ત્રણ દીવસથી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ તેજ પવનની આંધી ફુકાઇ રહી છે જેના કારણે ખેતી ઉદ્યોગ રહેણાંક મકાન સહિતના અલગ અલગ સ્થળોએ નુકશાની થઇ છે અનેક ફેકટરીઓના શેડ આ તેજ પવનના કારણે તૂટી ગયા હોવાનું સામે આવ્યું હતું જેના કારણે ઘણા ઉદ્યોગકારોને લાખો રૂપિયાના માલ સમાન અને નુકશાન થયા હોવાના અહેવાલ વચ્ચે મોરબી નવલખી રોડ પર આવેલા ખાખરાળા ગામની હદમાં આવેલા સનટેક પ્લાયવૂડ નાં મની ફેકટરીમાં ગુરુવારે બપોરે ફૂંકાયેલ પવનના કારણે મોટા પાયે નુકશાન થયું હતું ફેક્ટરીનો આખો શેડ તૂટી ગયો હતો. ફેકટરીના પત્તરા ઉડી ગયા હતા તો લોખંડની મસ મોટી ગડરો વળી ગઈ હતી તો ફેક્ટરીની શેડની એક તરફની દીવાલ પણ ગંભીર રીતે ક્ષતીગ્રસ્ત થઇ હતી આ રીતે થયેલા પવન અને વરસાદના કારણે ફેક્ટરીમાં રહેલા કાચો માલ અને તૈયાર માલને પણ મોટા પાયે નુકશાન થયું હતું

આ અંગે ફેકટરીના સંચાલક રાજેશભાઈ નેસડીયાએ જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ ફૂંકાયેલ ભારે પવનની સાથે શરુ થયેલા વરસાદને કારણે અમને મોટા પાયે નુકશાન થયું છે ગણતરીની મિનીટમાં આ ફેક્ટરીના શેડ મોટા પાયે નુકશાન પહોચ્યું હતું સાથે સાથ અમારી ફેકટરીમાં રાખેલા તૈયાર પ્લાયવુડ સીટ અને કાચો માલ તેમજ મશીનરીને નુકશાન થયું હતું