મોરબીના આલાપરોડ, નવજીવન પાર્કમાંથી સાતેક દિવસ પહેલા મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન ઝુટવી જનાર સમડી ગેંગના એક સભ્યને સોનાનો ચેઇન તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૨૦, ૦૦૦/- ના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં આરોપીને મોરબી એલ.સી.બી. ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરીયાદીના ગળામાંથી સોનાનો ચેઇન ઝુટવી જનાર ઇસમ વિરુધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીઓને શોધી કાઢવા સારૂ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ આધારે આ પ્રકારના ગુના આચરનાર આરોપીના ગુનાહિત ઇતિહાસની માહીતી એકત્રીત કરી તે અંગે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી
જેમાં મોરબી તથા આજુબાજુના જિલ્લાઓમાં આ પ્રકારના બનેલ બનાવો જેના આરોપીઓની એમ.ઓ. ફોટોગ્રાફ અંગેની સંપૂર્ણ માહીતી મેળવી તે આધારે આરોપીઓ બાબતે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયત્નો કરી મોરબી, રાજકોટ વિગેરે જગ્યાએથી માહીતી એકત્રીત કરવામાં આવેલ તેમજ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. ફુટેજ તપાસી નંબર વગરના મોટર સાયકલની માહીતી મેળવી એલ.સી.બી.સ્ટાફ તથા મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે આ ગુનો આચરનાર અજય માનસીંગભાઇ કોળી રહે.રાજકોટ વાળો હાલે મોરબી જુના બસસ્ટેન્ડ પાસે મોટર સાયકલ સાથે ઉભેલ હોવાની બાતમી મળતા તેને ત્યાંથી મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી પુછપરછ કરતા ચિલઝડપ નો ગુન્હો આચરેલાની કબૂલાત આપતા ઇસમ પાસેથી ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તથા સોનાનો ચેઇન કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે