R R Gujarat

રોકડની કટોકટીનો સામનો કરતી Vi વિરૂદ્ધ 27328 કરોડના દાવાઓ, એરટેલ પર પણ 45 હજાર કરોડના દાવાઓ

રોકડની કટોકટીનો સામનો કરતી Vi વિરૂદ્ધ 27328 કરોડના દાવાઓ, એરટેલ પર પણ 45 હજાર કરોડના દાવાઓ

મુંબઈ રોકડની કટોકટીનો સામનો કરતી વોડાફોન આઇડિયા (Vi)એ જણાવ્યું છે કે ભારતમાં અગાઉની વોડાફોન એન્ટિટી સહિત કંપની સામે રૂ. 27,328 કરોડના દાવાઓ દેશભરની વિવિધ અદાલતોમાં દાખલ થયા છે.

પેન્ડિંગ દાવાઓમાં સૌથી વધુ રકમ રૂ. 3,857 કરોડનો દાવો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા ભારતમાં લાયસન્સના ટ્રાન્સફર અને મર્જર માટેનો છે. જ્યારે રૂ. 3,599 કરોડનો બીજો સૌથી વધુ દાવો વન-ટાઇમ સ્પેક્ટ્રમ ચાર્જ (OTSC) સાથે સંબંધિત છે, જે DoT દ્વારા અપીલ કરવામાં આવ્યો હતો.

“અગાઉ વોડાફોન કંપનીએ લાયસન્સના ટ્રાન્સફર અને મર્જર માટે મંજૂરી માટે અરજી કરી હતી અને DoTએ ટ્રાન્સફર માટે ચોક્કસ રકમ રૂ. 3857 કરોડની માંગણી કરી હતી. મર્જર માટેની આ માંગણીઓ સામે વોડાફોન મોબાઈલ સર્વિસિસ (હવે Vi)એ TDSATમાં પિટિશન દાખલ કરી હતી, જેમાં અસ્પષ્ટ શરતોને બાજુ પર રાખવા અને રદ કરવા માટે અરજી કરવામાં આવી હોવાનું Viએ BSE ખાતે નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું.

તેમાં ઉમેર્યું હતું કે TDSATએ DoT દ્વારા લાદવામાં આવેલી માંગણીઓ પર રોક લગાવી દીધી હતી અને લાઇસન્સ ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પરંતુ DoTએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવતાં, TDSATમાં પેન્ડિંગ બાબતના પરિણામને આધીન, DoTની મંજૂરી માટે અમુક રકમ જમા કરવા ટેલિકોને નિર્દેશ આપ્યો હતો.

“પરિણામે, કંપનીએ SC નિર્દેશનું પાલન કર્યું હતું અને મામલો અંતિમ સુનાવણી બાકી છે.”

OTSC તરફથી DoTની રૂ. 3,599 કરોડની અલગ ડિમાન્ડ નોટના જવાબમાં, અગાઉની વોડાફોન એન્ટિટીઝ (વોડાફોન મોબાઈલ સર્વિસીસ અને વોડાફોન ઈન્ડિયા) એ ટેલિકોમ ટ્રિબ્યુનલ (TDSAT)માં અપીલ કરતાં ડિમાન્ડ નોટને બાજુ પર રાખવાની માંગ કરવામાં આવી હતી. “TDSAT (તેના જુલાઈ 2019ના ચુકાદામાં) એવું નક્કી કર્યું હતું કે 4.4 MHzથી 6.2 MHz વચ્ચેના સ્પેક્ટ્રમ માટે, OTSC ચાર્જપાત્ર નથી, અને તેથી તે માંગને બાજુ પર રાખવામાં આવે છે અને 1 જુલાઈ, 2008 પછી ફાળવવામાં આવેલા 6.2 MHzથી વધુના સ્પેક્ટ્રમ માટે, OTSC પાસેથી વસૂલવામાં આવશે.

ટેલકોએ ઉમેર્યું હતું કે DoT અને Vi બંનેએ TDSATના જુલાઈ 2019ના ચુકાદા સામે ક્રોસ અપીલ કરવાનું પસંદ કર્યું હતું અને આ અપીલો અંતિમ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

એરટેલ પર 45 હજાર કરોડના દાવા

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની, ભારતી એરટેલે પણ કંપની અને તેના એકમો સામે રૂ. 45,286.76 કરોડના દાવાઓ દેશભરની વિવિધ અદાલતોમાં મુકદ્દમા હેઠળ હોવાનું જણાવ્યું છે. પેન્ડિંગ દાવાઓમાં જાન્યુઆરી 2013માં DoT દ્વારા વધારેલા વન-ટાઇમ સ્પેક્ટ્રમ ચાર્જિસ માટે રૂ. 15,178 કરોડની માંગનો સમાવેશ થાય છે, જે તમામમાં સૌથી વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *