ગેરકાયદે ખનીજ ખનન અને સંગ્રહના ૨૨૩ કેસ ઝડપાયા
મોરબી જીલ્લો ખનીજ સંપદાથી સંપન્ન હોય ખાણ ખનીજ વિભાગને એક વર્ષમાં લીઝથી ૩૨.૩૨ કરોડની આવક થવા પામી છે જે મોરબી જીલ્લો અસ્તિત્વ માં આવ્યો ત્યારબાદની સૌથી વધારે મહેસુલી આવક હોવાનું પણ ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું
મોરબી જીલ્લામાં આવેલ વાંકાનેર, મોરબી, હળવદ તાલુકાઓમાં બ્લેકત્રેપ, સેન્ડ સ્ટોન, સાદી રેતી અને ફાયર કલે તેમજ રેડ કલે જેવા ખનીજોની કુલ ૩૮૫ કવોરીલીઝો આવેલ છે જેને લીધે સરકારને દર વર્ષે કરોડોની મહેસુલી આવક મળતી હોય છે જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨૯.૨૮ કરોડની આવક થઇ હતી જેની સામે ચાલુ વર્ષે ૨૦૨૩-૨૪ માં ૩૨.૩૨ કરોડની આવક થવા પામી છે જે ૨૦ ટકા જેટલો વધારો દર્શાવે છે
મોરબી જીલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીની સૌથી વધુ મહેસુલી આવક કરવામાં આવી છે ઉપરાંત જીલ્લામાં ચાલતી ગેરકાયદે ખનીજ ખનન, વાહન અને સંગ્રહની પ્રવૃતિઓ અટકાવવા આકસ્મિક રેડ અને ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં ગેરકાયદે ખનીજ ખનન, વાહન અને સંગ્રહના ૨૨૩ કેસ પકડવામાં આવ્યા છે અને ૬૧૪.૪૯ લાખના દંડની વસુલાત કરવામાં આવી છે અને કુલ ૯ કેસોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે