R R Gujarat

મોટીબરાર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત ચુનાવ પાઠશાળા યોજાઈ

મોટીબરાર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત ચુનાવ પાઠશાળા યોજાઈ

65 – મોરબી વિધાનસભા મતવિસ્તારના ભાગ નંબર 44 – મોટીબરારમાં લોકસભા ચૂંટણી 2019 માં મહિલાઓનું મતદાન પુરુષોની સરખામણી એ 10% જેટલું ઓછું થયું હતું. જેથી આગામી ચૂંટણીમાં મહિલાઓનું મતદાન અને મતદાન અંગેની જાગૃતતા વધે તે માટે રત્નમણિ પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચુનાવ પાઠશાળામાં મોટીબરારના બી.એલ.ઓ. અને શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓને મતદાન જાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મતદાન જાગૃતિ માટે શપથ પણ લેવડાવ્યા હતા.