ટંકારામાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિતે ધજા ચડાવવાનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે
ટંકારામાં પંચમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રી રામદાસ બાપુની પુણ્યતિથી અને હનુમાન જન્મોત્સવના પાવન અવસરે તારીખ ૨૩ ને મંગળવારે સવારે શ્રી લક્ષ્મીનારાયણ દાદાની ધજા ચડાવવામાં આવશે તે ઉપરાંત શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે ધાર્મિક મહોત્સવ ઉજવાશે જેમાં બપોરે ૧૨ કલાકે મચ્છોમાં ની વાડી ટંકારા ખાતે મહાપ્રસાદ યોજાશે