વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં ૫ વર્ષથી નાસતા ફરતા ઈસમને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઢુવા-માટેલ રોડ પરથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
લોકસભા ચુંટણીને ધ્યાને લઈને નાસતા ફરતા આઓર્પીને ઝડપી લેવા એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળની પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી શાહિદ શેરમહોમદ મેંઉ રહે હરિયાણા વાળો હાલ ઢુવા માટેલ રોડ પર રોલસ્ટાર ગ્રેનીટો સિરામિક કારખાનામાં હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે