મોરબી શહેરના દલવાડી સર્કલ પાસેથી એ ડીવીઝન પોલીસે ચોરાઉ બાઈક સાથે બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કર્યું છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ વાહન ચોરીના ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન દલવાડી સર્કલ પાસેથી બાઈકમાં બે ઈસમો પસાર થતા બાઈક રોકી કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેને પગલે એ ડીવીઝન પોલીસે આરોપી અજય બાલાભાઈ ચાડમીયા (ઉ.વ.૨૫) રહે હાલ દલવાડી સર્કલ પાસે મૂળ પોલારપર તા. જસદણ અને સનાભાઇ કરશનભાઈ ભુરીયા (ઉ.વ.૫૫) રહે હાલ દલવાડી સર્કલ પાસે, મૂળ રહે ગાંગેડી ગામ તા. ધાનપુર દાહોદ વાળાને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક કીમત રૂ ૨૫ હજાર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
જે કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ એચ એ જાડેજા, પીએસઆઈ એ વી પાતળિયા, રાજદીપસિંહ પ્રતાપસિંહ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, કિશોરભાઈ મેણંદભાઈ, ચકુભાઈ દેવશીભાઈ ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ, હિતેષભાઈ વશરામભાઈ, સિદ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ, સિદ્ધરાજભાઈ કાનજીભાઈ, અરજણભાઈ મેહુરભાઈ અને તેજાભાઈ આણંદભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી