R R Gujarat

મોરબીના મચ્છીપીઠમાંથી ચોરાઉ બાઈક સાથે રીઢો ગુનેગાર ઝડપાયો

મોરબીના મચ્છીપીઠમાંથી ચોરાઉ બાઈક સાથે રીઢો ગુનેગાર ઝડપાયો

મોરબી પંથકમાં વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા હોય ત્યારે ચોરીના બનાવો રોકવા અને ચોરી કરનાર ઇસમોને ઝડપી લેવા એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મચ્છીપીઠ પાસેથી પોલીસે એક ઈસમને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો છે જે ઇસમ રીઢો ગુનેગાર હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મચ્છીપીઠ પાસેથી ચોરાઉ બાઈક સાથે પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો અને બાઈકના કાગળો માગતા કાગળો ના હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઈક કીમત રૂ ૨૫ હજાર સાથે આરોપી પ્રકાશ ચંદુભાઈ નગવાડિયા (ઉ.વ.૩૩) રહે ચીખલી તા. માળિયા વાળાને ઝડપી લીધો છે

આરોપી પ્રકાશ નગવાડિયા રીઢો ગુનેગાર હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે પ્રકાશ નગવાડિયા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં બે ચોરીના ગુના ઉપરાંત મારામારી, જુગારધારા અને પ્રોહીબીશન એક્ટ સહિતના ૫ ગુના નોંધાઈ ચુક્યા છે

જે કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ એચ એ જાડેજા, પીએસઆઈ એ વી પાતળિયા, રાજદીપસિંહ પ્રતાપસિંહ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, કિશોરભાઈ મેણંદભાઈ, ચકુભાઈ દેવશીભાઈ, ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ, હિતેષ વશરામભાઈ, સિદ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ, સિદ્ધરાજભાઈ કાનજીભાઈ, અરજણભાઈ મેહુરભાઈ અને તેજાભાઈ આણંદભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *