R R Gujarat

મોરબીના ગાંધી ચોકમાં નોટ નંબરી જુગાર રમતા બે ઝડપાયા, વાહન સહીત ૬૬,૫૦૦ નો મુદામાલ જપ્ત

મોરબીના ગાંધી ચોકમાં નોટ નંબરી જુગાર રમતા બે ઝડપાયા, વાહન સહીત ૬૬,૫૦૦ નો મુદામાલ જપ્ત

શહેરના ગાંધી ચોકમાં સિવિલ હોસ્પિટલ ગેટ પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ, બે મોબાઈલ ફોન અને એકટીવા સહીત ૬૬,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે

 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાંધી ચોકમાં સરકારી હોસ્પિટલ ગેટ પાસેથી આરોપી રવિભાઈ સવજીભાઈ ખાખરીયા અને જાવીદ યુનુસ ખોખરને જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ઝડપી લીધા હત આરોપીઓ પાસેથી રોકડ રૂ ૫૫૦૦, બે મોબાઈલ કીમત રૂ ૧૦૦૦ અને એકટીવા જીજે ૩૬ એએસ ૬૪૨૭ કીમત રૂ ૬૦,૦૦૦ સહીત કુલ રૂ ૬૬,૫૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે