પોલીસ બંદોબસ્ત સાથે રાખી ડેપ્યુટી કમિશ્નરની ટીમે દબાણો પર કરી કાર્યવાહી
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ દબાણ હટાવવાની કામગીરી અવિરત ચાલી રહી છે કોર્પોરેશન ટીમ વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત દર સપ્તાહે શહેરના મુખ્ય માર્ગ પરના દબાણો હટાવવાની કામગીરી કરી રહી છે જોકે મોરબીની મુખ્ય માર્કેટ નગર દરવાજા ચોક પાસેની શાક માર્કેટમાં લારી ગલ્લાના દબાણોને કારણે દરરોજ હજારો ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને આખરે શાક માર્કેટમાં દબાણો વિરુદ્ધ તંત્રએ કામગીરી શરુ કરી છે
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીના માર્ગદર્શન હેઠળ મહાપાલિકાની ટીમે નગર દરવાજા ચોક અને શાક માર્કેટ અંદરના દબાણ વિરુદ્ધ કામગીરી કરી હતી ટ્રાફિક પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસના બંદોબસ્ત સાથે ટીમે લારી અને બાકડા પર બેસી વેપાર કરનાર વિરુદ્ધ કામગીરી હાથ ધરી હતી ૬૫ લારીધારકોને રૂ ૨૦,૦૦૦ થી વધુનો દંડ ફટકાર્યો છે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે શાક માર્કેટ અને નગર દરવાજા ચોક સહિતના વિસ્તારમાં આગામી સપ્તાહ સુધી કામગીરી ચાલુ રહેશે અને દબાણો હટાવી લેવા જણાવ્યું છે દબાણો નહિ હટાવાય તો લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું


