વાંકાનેર તાલુકાના હૉલમઢ ગામની સીમમાં આવેલ વાડીની વાઢેલી લીલી જારના પૂળા નીચે સંતાડી રાખેલ દારૂની 564 બોટલ અને બીયર ટીન નંગ 1512 સહિત કુલ 5.27 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના હોલમઢ ગામના બચુભાઈ પોપટભાઈ બોળિયા ગામની સીમમાં જાલીડા જવાન રસ્તે આવેલ વાડીમાં લીલી વાઢેલ જારના પૂળા નીચે દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વાદીમાંથી ઇંગ્લિશ દારૂની 564 બોટલ કિમત રૂ 3,38,400 અને બીયર નંગ 1512 કિમત રૂ. 1,89,000 એમ કુલ રૂ 5,27,400 નો મુદામાલ કબજે લીધો છે આરોપી બચુભાઈ બોળિયા રેડ સમયે મળી આવ્યો ના હતો જેથી વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે